પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૩


શ્લોક ૨૩-૨૪.

ગઝલ – આ શબ્દનો ફારસીમાં તો અર્થ ode, અથવા તો sonnet, અમુક પ્રકારનું ગીતકાવ્ય, એમ છે; કોઈ છન્દનું એ નામ નથી. પરંતુ ગુજરાતીમાં રૂઢ થઈ જવાથી છન્દનાં કેટલાંક રૂપ માટે આ શબ્દ વપરાયછે તેથી સ્વીકાર્યોછે.


શ્લોક ૨૫, ઉત્તરાર્ધ.


પ્રૌઢબાળ; રમકડાંના દ્વિવિધ સ્વરૂપને પ્રતિરૂ૫ કવિનું સ્વરૂપ દર્શાવનારા આ શબ્દો છે. બાલ્યકાળના સંસ્કાર તજ્યા વિના પ્રૌઢભાવની છાયા લીધી માટે પ્રૌઢબાળ.


શ્લોક ૨૬.


કેટલાંક બાળકો હેવાં હોય છે કે પોતાને પ્રિય રમકડાં ઊંઘમાં પણ હાથમાંથી છોડતાં નથી; એક બાળકી તો હેવી જોઈ હતી કે ઊંઘમાં ને ઊંઘમાં એક હાથમાંથી બીજા હાથમાં રમકડું બદલે, પણ દૃઢ પકડેલું છોડે નહિ.


શ્લોક ૨૫–૨૭.


પ્રકૃતિભાતની સંગતિમાં જ હમેશાં રહીને અદ્ભુત આનન્દ

અનુભવવો, તથા મરણપર્યન્ત પ્રકૃતિની પ્રેરણા તથા બોધ આત્મામાં