પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૫


કડી ૫, પં. ૧.

‘ગભીર લોલ.’– બીજી કડીઓમાં આ ઠેકાણે આવતા ‘રે લોલ’ શબ્દોમાંનો ‘રે’ એક માત્રાનો જ ગવાય છે, એટલે ‘ગભીર લોલ’માં ‘ગભીર’નો ‘ર’ એક માત્રાનો કર્ણક્ષતિ નહિ કરે.

સાયંકાળે સિન્ધુ શાન્ત ગમ્ભીર ગાન કરતો હોયછે, અને આકાશમાં સૂર્યાસ્તના વિવિધ રંગ પ્રગટે છે અને વિલીન થાયછે ( માટે ‘રંગ રમે રાસ’), તે સમયે એકલી ઊગેલી તારાકણીનું રૂપ ધારણ કરતી દિવ્ય આશાને અહિં ચીતરી છે. એ શાન્ત પરિસ્થિતિમાં સુન્દર તારાકણ કવિહૃદયમાં દિવ્ય આશા જેવા જ ભાવ પ્રેરેછે તેથી આ કલ્પના કરી છે.

દૂર દૂર સુદૂર એ.— પૃષ્ઠ – ૨૧-૨૨.

શૂન્ય અસીમ સાગર, સ્ન્ધ્યાનો વિલક્ષણ પડદો, તારા જડેલું રાત્રિનું ઊંડાણ, સુવર્ણરંગી હિમાલયનાં બરફવાળાં શિખર, – એ સર્વ દૂર, દૂર રહેલી, અગમ્ય રચનાઓને જોતાં વાત હૃદય એ પદાર્થોની પણ પાર, અતિ દૂર રહેલી કોઈ ગૂઢ વસ્તુ, વાતો, કવિ દેખેછે; અર્થાત્‌ એ રચનાઓ ઉપર ધ્યાનસ્થ નજર નાંખતાં ગૂઢ સત્યો, સ્થિતિયો આ જીવનથી અતિ દૂર રહેલી-ના બોધ ઊંડા થાયછે. અને મૃત્યુએ હરી લીધેલાં પ્રિયજન, અને પરજીવનની ભૂમિ, એ આ ધ્યાનસ્થિતિમાં પ્રત્યક્ષવત્‌ થાય છે. આ તાત્પર્ય આ કાવ્યનું છે.

શ્લોક ૨. જવનિકા = પડદો.