પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૬


શ્લોક ૩. વિતાન = ચંદરવો; canopy.

શ્લોક ૫-૬-૭.

પાંચમા શ્લોકને અંતે ભાવઘટના કહીછે ત્હેનું વ્યક્તરૂપ શ્લો. ૬ તથા ૭ માં બતાવ્યું છે.

શ્લોક ૬.

‘દૂર તેમ અદૂર એ’; આ જીવનમાંથી ગયેલાં માટે દૂર; ભાવકલ્પનાબળે નયનસંમુખ પુરે (હાલે) માટે અદૂર. तद् दूरे तदन्तिक એ વચનને અહં નવા રૂપમાં મૂક્યું છે, જો કે હેનો મૂળ અર્થ તો હાના કરતાં અતિશય પ્રૌઢ કક્ષાનો છે.

શ્લોક ૭.

પરજીવનનું દર્શન આ જીવનમાં તો સ્વપ્નના પ્રકાશવાળું જ સંભવે. આ જીવનના સંકોચ જ હેવા છે. આ જીવન પાર ગયા પછી સ્વપ્ન તે પ્રત્યક્ષ થઈ સ્વપ્નનું નૂર તજી પિતાના સુગમ્ય તેજથી પરજીવન પ્રગટ થશે.

ચિત્રવિલોપન –પૃષ્ઠ ૨૩–૨૬.

રત્નાગિરિ જિલ્લાની ઉત્તરની હદ સાવિત્રી નદીની છે. હેના મુખ આગળ ઠેઠ સમુદ્ર કિનારે બાનકોટનો કિલ્લો-પર્વત ઉપર-તથા ગામ છે અંગ્રેજ અમલ શરૂ થતાં ત્ય્હાં લશ્કર રહેતું હતું. ત્ય્હાં કબરસ્તાનમાં એક કબર ઉપર નીચે પ્રમાણે લેખ છે :—