પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૭


“Here lie the remains of Mary Sophia Marcia, aged 26 and Ellen Harriet, aged 32 days, the beloved wife and daughter of Arthur Malet of the Bombay Civil Service. They, with thirteen boatmen and attendants, were drowned on the bar of the river Savitri on the night of tho 6th, December 1853.”

આ નદીના મુખમાંનો bar-દાંડો–જરાક વિષમ છે; સમુદ્રનું વ્હેણ અને નદીનું વ્હેણ બે સ્હામસ્હામાં મળી વિષમ તરંગો થાય છે.

આ કરુણ વૃત્તાન્ત ઉપર આ કાવ્યની રચના છે; તેમાં નાયિકા નવી જન્મેલી પુત્રીને લઈને પતિ કને આવતી હતી; એ તો ઉઘાડી રીતે ખરી વાત છે; પણ પતિ કિલ્લામાં હતો, અને સમય સૂર્યાસ્ત પછી તરતનો હતો, વગેરે કેટલાક ભાગ તથા બધાં વચન કલ્પિત છે, એ ક્‌હેવાની જરૂર નહિ પડે.

શ્લોક ૧.

શુક્રનો તારો અને સન્ધ્યા એ ચિત્રનાં અંગ કલ્પનાથી મૂક્યા પછી વિચાર આવ્યો કે તા ૬ ઠ્ઠી ડીસેમ્બર ૧૮૫૩ નો વૃત્તાન્ત છે તો તે અરસામાં શુક્ર સાંઝનો તારો હશે કે સ્હવારનો ? નહિ હોય તો પણ એ કલ્પિત રંગરેખા જરૂરની છે, માટે રાખવી. એ ચિત્રરેખામાં કાવ્યની નાયિકા અને તેની બાલિકાનું સામ્ય, એ નાયિકાના ભાવનું પ્રતિબિમ્બ, અને તે વખતે થવાના કરૂણ બનાવની પૂર્વચ્છાયા, વગેરે ધ્વનિ સમાયા હોવાથી એ અંગનો ત્યાગ કરવો નહિંં એમ ઠરાવ્યું.