પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૦


શ્લોક ૧૦.

પતિપનીનાં હૃદયોને સાંધનારી પ્રેમસાંકળીને વધારે દૃઢ કરીને બીડનારી કડી–સુવર્ણની કડી (કીમતી)—એ બાળકી હતી, એમ તાત્પર્ય છે.

‘ઉત્તરરામચરિત’નો નીચેનો શ્લોક સ્મરણમાં આવશે :–

अन्तःकरणतत्त्वस्थ दम्पस्योः स्नेहसंश्रयात् ।
आनन्दश्रन्थिरेकोयमपत्यामिति बध्यते ॥

સ્નેહના યોગથી રૂડી દે તી–ઉરતત્ત્વની

આનન્દગ્રન્થિ બંધાયે એક મોઘી અપત્યની.

શ્લોક ૧૧.

બાનકોટના કિલ્લા ઉપર વાર્તાનાયિકાનો પતિ દૂરથી આવતી હોડીમાં રહેલી પત્નીની તરફ નિશાની તરીકે પોતાનો ધોળો રૂમાલ ઊંચો પવનમાં હલાવે છે તે ફરફરતો નાયિકા દેખેછે. એ જોવાની સાથે હેના હદયમાં પણ ઉલ્લાસ, મળવાની આતુરતા, ઈત્યાદિ ભાવ સ્ફુરવાથી હૃદય ધબકેછે, થથરે છે, અને પ્રેમના ગૂઢભાવ (મન્ત્રો) હૃદય અનુભવે છે–એ ભાવ હૃદયમાં વ્યક્ત, મૂર્ત, રૂપ જાણે પામતા તેથી પ્રેમમન્ત્રો ભણે છે; હદયમાં પ્રેમના ભાવ અનુક્ત વાણીમાં પ્રાપ્ત થાય છે.

પવનમાં ફરફરતો રૂમાલ અને પ્રેમોલ્લાસાદિક ભાવમાં થરથરતું