પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૨


શ્લોક ૧૫, ચરણ ૪.

આનન્દસિધુમાં હું બૂડી એમ કહેવાની સાથે જ નાવ ઊથલી જઈને ખરેખરા સિન્ધુમાં પોતે તથા બાળકી ડૂબી જાય છે, તેથી આ વચનમાં આગામિસૂચકતા છે.

શ્લોક ૧૭.

નાવ ઝડપથી ડૂબેછે ત્હેને પ્રતિરૂપ ભુજંગી છન્દની ત્વરિત પદગતિ છે.

શ્લોક ૧૮.

ચર૭ ૩ – સિન્ધુના ઉદરમાં સન્ધ્યા અને શુક્ર લીન થયાં અને આમ આ વાર્તાનાયિકા અને તેની બાળકી પણ સિન્ધુમાં ડૂબી ગયાં એમ વ્યઞનાદ્વારા બે ચિત્રોનાં પ્રતિબિમ્બ સૂચવાયછે.

ચરણ ૪ – આ કરુણ બનાવનું ગૂઢ ધ્વનન કરતાં ગાન સિન્ધુએ ગાયાં એમ ધ્વનિત અર્થ છે.

વિરાગિણીની વીણા— પૃષ્ઠ ૨૭–૩ર.

આ કાવ્યમાં જગત્‌ના અન્યાયમય આઘાતોને લીધે વિરક્ત થયેલી કોઈક યુવતી વિજન સ્થળમાં નદીકિનારે બેશીને વીણા

લઈને બેઠેલી કાંઈ ગાન કરતી દેખાય છે. વીણા એ યુવતીની એકલી