પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૪


શ્લોક ૨, ચરણ ૩.

આસન યોગમાં — યોગના આસનમાં.

શ્લોક ૩, ચરણ ૩, ૪,

ચીરમાં પૂરે —એમ અન્વય છે.

શ્લોક ૬.

વિપઞ્ચી, પરિવાદિની — આ વિણાના વાચક શબ્દો છે; પરંતુ અમરકોશ પ્રમાણે સાત તારવાળી વીણું તે પરિવાદિની છે. હેમાદ્રિ પ્રમાણે નારદની વીણાનું નામ મહતી અને તુમ્બરુની વીણાનું નામ કલાવતી. અહિં વિપઞ્ચી અને પરિવાદિની શબ્દો વીણા સામાન્યના વાચક લેવાના છે.

શ્લોક ૯.

માત – લાડમાં ને વ્હાલમાં છોકરીને, સખીને, મા એમ સંબોધન કરવામાં આવે છે.

શ્લોક ૧૧ ઇત્યાદિ તેમ જ પૂર્વના શ્લોકોમાં પણ વીણાને સજીવ માનીને વચનો કહેલાં છે.

શ્લોક ૧૩. જેમ જીવન પામ્યાથી શરીરમાં રગેરગે લોહી વ્હેછે, તેમ વીણાની રગેરગમાં (તન્ત્રીઓમાં ) ગાનનું (મધુરસ્વરનું) પૂર વ્હે, એમ કલ્પના છે.