પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૫


શ્લોક ૧૬.

પુંડરીકના મરણને લીધે મહાશ્વેતા એકાન્ત વનમાં અચ્છોદ સરોવરના કિનારા ઉપર મહાદેવના દહેરામાં રહી વીણા સાથે ગાન ગાતી ચન્દ્રાપીડે સાંભળી એ વૃત્તાન્ત ‘કાદમ્બરી’ કથામાંનો સુપ્રસિદ્ધ છે.

‘બાંધ્યાં’ — નો કર્તા ‘મહાતાએ’ – અધ્યાહૃત.

મહાશ્વેતાએ કરમાં અનુપમ વીણું લઈને, અને દિવ્ય ગાન રેલી રહીને, મોહમન્ત્રવડે કાંઈ બાંધ્યાં.—એમ અન્વય છે.

કર = કરમાં. સપ્તમીનો પ્રત્યય ‘એ’ લુપ્ત.

શ્લોક ૧૭.

જયદેવની પત્ની પદ્માવતી પૂરેપૂરી પતિવ્રતા હતી. એકવાર રાજાની રાણીઓ પાસે પદ્માવતી બેઠી હતી અને કોક સ્ત્રીનો વર ગુજર્યાની વાત થતાં કોઈ બોલ્યું કે તેની સ્ત્રી સતી થવાનીછે. આ સાંભળી પદ્માવતી બોલી :— “એ સતી તે કે’વી ? ખરી પતિવ્રતા હોય તો પતિનું મરણ થયું જાણવાની સાથે જ હેના પ્રાણ છૂટે.” રાણીઓ આ વાત મનમાં રાખી રહી. કેટલોક કાળ ગયા પછી રાજા કને જયદેવ કવિને પ્રવાસે મોકલાવ્યા; બીજે દિવસે રાણીએ પદ્માવતીને પ્હોંચે એમ વાત ચલાવી કે જયદેવને રસ્તામાં વાઘે મારી નાંખ્યા ! તરત જ પદ્માવતી મૂર્છા પામી મારણોન્મુખ થઈ. રાણીઓને વાત જણાતાં ગભરાટ થયો, સવારો દોડાવી

જયદેવ બહુ દૂર ગયા નહોતા ત્હેને બોલાવી આણ્યા, પોતાની પત્નીને