પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૭


શ્લોક ૨૦.

સુખબન્ધ — સુખની ગૂંથણી; બંનેના અન્યોન્ય હૃદયમાં વસવાથી જણાતો પ્રેમ-તે જ સુખબન્ધ.

શ્લોક ૨૧, ચરણ ૨.

જગજન સાથે સંપ કરીને તે પણ મ્હને તજેછે કે શું ? મૌન ધારે બોલે નહિં-એટલે તજી જ ગણાય.

ચરણ ૩. બન્ધ — સ્નેહનો બન્ધ; સ્નેહની ગ્રન્થિ.

શ્લોક ૨૧—૨૪.

વીણાને ગાવાનું સૂઝતું નહિં હોય; ઘણીવાર ગાનારાઓને ‘શું ગીત ગાઉં ? એમ સંકોચ થઈ આરમ્ભ કરી શકાતો નથી એમ અનુભવ થાય છે; તેમ વીણાને થયું હશે;– આમ માની હેને ગાનના. વિષયો, અને ગીતના નમૂના, આ શ્લોકોમાં સૂચવે છે.

શ્લોક ૨૪, ચરણે ૨,

ભાવના (ideal )ના રસનો એ વિષયો ઉપર ઢોળ ચઢાવીને ગા; કેવળ ભાવનાહીન શુષ્ક વિષયમાં રસ ના હોય.

ચરણ ૪. “હા! એમ ?” આ બોલેછે ત્હેની પૂર્વેક્ષણે એકાએક વીણમાંથી મધુર સ્વર નીકળેછે (અલબત યુવતીના વગાડવાને

પરિણામે જ; પણ વગાડવાનો પ્રયત્ન કરતા છતાં આયાર સૂધી