પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૧


વીણા વાગી તે પ્હેલાં શાન્તિ પસરેલી હતી; એ શાન્તિમા વીણાનો નાદ જાગ્યો; છતાં એ નાદે સર્વ પ્રકૃતિને હેવી તલ્લીન કરી. કે પાછી શાન્તિ જ પસરી રહી; સર્વત્ર વ્યાપેલું ઊડું ચૈતન્ય-શાન્ત પૈતન્ય–સંગીતમાં પિતાની દીપ્તિ બતાવીને શાન્તિરૂપ છતાં નાદરૂપે ચમક્યું – અને વળી અને સંગીતની અસર તરીકે શાન્તિનું રાજ્ય સ્થાપ્યું – એમ શાન્તિ, શાન્તિભંગનો આભાસ અને વળી શાન્તિ– એમ આ નાદસૌન્દર્યનો પ્રભાવ અદ્‌ભુત હતું. આમ આ શ્લોકની, કલ્પનાનું ફળ છે.

‘જળ થિર થયું, —ઇન્દુ થોભ્યો, અનિલ-ઊભો’–આ કલ્પનામાં પણ અસત્યભાવારોપણ જેવું વાજબી નથી, આ અસત્ય- ભાવારોપણનો વિષય જ નથી; આ વિશે ‘અસત્યભાવારોપણ’ વિશેના મ્હારા લેખમાં—

ગર્જતો અટકી રહે, ઘડી ઘડી સિન્ધુ મહાન
ઊંડું, વિશાળું, નિર્મળું સાંભળવા એ ગાન.

આ શ્લોક વિશેની ચર્ચા ખાસ જુવો. (‘વસન્ત’, સં. ૧૯૬૨, પોષ, પૃ. ૪૪૧ થી ૪૪૪ ).

પ્રકૃતિ ગાનને આ રીતે સાંભળી રહેતી વર્ણવવાનાં દૃષ્ટાન્તો ઘણે સ્થળે મળશે. પરંતુ જૂની પદ્ધતિનાં કાવ્યોમાં ભાગ્યે જડશે. માટે હેવા એક કાવ્યમાંથી નીચેનું દૃષ્ટાંત ધ્યાન ખેંચે તેવું છે;—

(કૃષ્ણની મોરલી સાંભળીને).