પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


એહ ગાન ને એહ ઘુઘૂરવ કેરા ધ્વનિ અતિ મન્દ,
દેવીચરણે સલીલ પડતા, દેવી તે ન સુણંત,
તપે તપ એહ અનેરું.૬

( વસન્તતિલકા. )

એ ઉચ્ચ શ્રુંગ તણી એક કિનાર પાસે,
ઊભો લપાઈ હિમખંડ વિશાળ વાંસે,
દેવીતણું અલભ દર્શન ધન્ય લેતો
હું મૌન ધારી અનિમેષ જ કાંઈ બેઠો.

( અનુષ્ટુપ્ )

રખે દેવીતણી ઊંડી સમાધિ ભંગ પામતી,
એમ ધારી ત્યહાં મ્હારી શ્વાસધારા વિરામતી.
સહસા ગાનની ધારા દેવીના કણ્ઠથી વહી,
જયોત્સ્નાના પૂરની સાથે ભળતી જે દીસે કંઈ.

(ગરબી ↑[૧] )

“દીનતણા ઓ દયાળ! તાર તુજ આવી પુકારું;
રહેવાય ના દુ:ખઝાળ, દ્વાર તુજ આવી પુકારું.
દીનતણા૦ ૧૦/

(સાખી.)

દીર્ઘ જમાના વહી ગયા, દુઃખ સહ્યું અવિરામ,
બાળકાજ તપ આ તપું દિનરજનિ, રજનિદિન આમ,
આર્તરવ આજ પુકારું.
દીનતણા૦ ૧૦/