પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૩


દીનબાળક–પૃષ્ઠ ૩૩-૩૪

જગજ્જનનીને સંબોધીને કરેલી આ પ્રાર્થનાનો અર્થ સ્પષ્ટ જણાશે. આ જીવનમાં પાપપુણ્યનો સ્વીકારત્યાગ માનવની સ્વેચ્છા ઉપર છે; તો પણ દયામય પ્રભુ હેને વિપથ જતો રોકેછે, અથવા તો વિપથ ગયેલાને હેનાં પાપ ધોઈ નાંખીને પાછો સુપથે ચઢાવેછે, એમ પ્રભુની ન્યાય અને દયાના મિશ્રણવાળી નીતિના પ્રકાશમાં આ કાવ્ય વાંચવાનું છે.

શ્લોક ૩, કોકિલકૂજન–ઈત્યાદિ.

પ્રલોભનનું પ્રતિરૂપ કોકિલકૂજન છે, પાપનું પ્રતિરૂપ ગર્ત (ખાડો) છે; ઇત્યાદિ જોઈ લેવું.

ઉત્સવ પ્રસંગે — પૃષ્ઠ ૩૫.

મુંબાઈના સેવાસદનના એક વાર્ષિકોત્સવ માટે આ ગીત રચ્યું હતું.

શ્લોક ૩. ભારતભગિની — સેવાસદનની ભાવિ સેવિકાઓ; અથવા તે ભાવનાને અનુસરતી સર્વ સમાજસેવિકાઓ.

ભાવનાસૃષ્ટિ– પૃષ્ઠ ૩૬–૪૨.

આ જીવનમાં મનુષ્યની ઉત્તરોત્તર વૃદ્ધિ થવા માટે ઉત્તમ