પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૪


ભાવનાઓ (ideals) નિર્માણ થયેલી છે. એ ભાવનાઓની સમીપે મનુષ્ય જેમ જેમ જાયછે તેમ તેમ તે દૂર ખસતી જાયછે, અથવા તે સિદ્ધ થઈ તે પોતાનું ભાવનાસૌન્દર્ય તજી દઇને સિદ્ધ થયેલી ભાવના તે ભ્રંશ પામતી જણાય છે. ( “ઉચ્ચભાવનાધ્વંસ” ( Decline of High Ideas ) એ વિશેનો મરહુમ મણિભાલ દ્વિવેદીનો લેખ ઈ. સ. ૧૮૯૦ ના ફેબ્રુઆરીના “પ્રિયવંદા”ના અંકમાં આવેલો સર્વેના સ્મરણમાં હશે. હેમાંના સિદ્ધાન્તને સ્પર્શ કર્યા વિના અત્રે ઉપરની કલ્પના મૂકીછે.)

આ કાવ્યમાં એમ બતાવવાનો પ્રયત્ન છે કે આ જીવનમાં ભાવનાઓનો સ્પર્શ કરતાં વાત તે મનુષ્યના હાથમાંથી સરી જતી જણાયછે; પરંતુ આખરે ભાવનાઓનું સ્થિર સૌન્દર્ય આત્મજીવનમાં કોઈ ક્રમે ગયા પછી સાધ્ય છે. માનસ સરની સમીપનાં કુસુમ, ફળો, શુક્રતારા અને ઉષા-એ આ ભાવનાઓનાં પ્રતિરૂપ તરીકે લીધાંછે.

શ્લોક ૪.

કુસુમફળચોર — કુસુમ અને ફળનો ચોર (બન્યો);-એ ચોરી લીધાં, (શ્લોક ૫ તથા ૬ માં એ ચોરી અને હેનું પરિણામ વર્ણવ્યાંછે ).

શ્લોક ૬ ઉત્તરાર્ધ—

ગૃઢતત્ત્વ તે એ જ કે આ જીવનમાં ભાવનાઓની શાશ્વત પ્રાપ્તિ નથી થતી, સ્પર્શ થતાં સરી જાયછે, પણ અંતે આત્મજીવનમાં સ્થિરભાવનાના સૌન્દર્યનો લાભ મળશે જ.