પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૫


શ્લોક ૭-૧૧.

પર્વતના શિખર ઉપર રહીને તારામંડળ વગેરેનો દેખાવ વસ્તુતઃ હેવા જ પાછલી રાત્યના સમયમાં જાતે અનુભવેલો ચીતર્યોછે, અને તે વખતની કેટલીક વૃત્તિયો પણ અનુભવ્યા પ્રમાણે પ્રતિબિમ્બિત એ વર્ણનમાં કરીછે.

શ્લોક ૭ થી ૧૦ સૂધીનું વર્ણન આ પ્રમાણે વાસ્તવિક દીઠેલા દેખાવનું છે; શ્લોક ૧૧ ના પૂર્વાર્ધમાં કહેલી વૃત્તિ તે વખતના અનુભવનું પ્રતિબિમ્બ છે; ઉત્તરાર્ધમાંથી કલ્પનાસૃષ્ટિ શરૂ થાયછે, અને શારીરિક નહિં પણ આત્માનું જ ક્રમણ અને પ્રવાસ આગળ ઉપર ચાલેછે. પૂર્વાર્ધમાંની વૃત્તિ તે વાસ્તવિક દશા અને કલ્પનાપ્રવાસની વચમાંનું પગથિયું છે. શ્લોક ૧૨ માંના પૂર્વાર્ધની વાત માત્ર વાસ્તવિક અનુભવની છે – “તે તરફ ધશ્યો” એટલા ભાગ શિવાય.

જે સ્થળકાળના સંસ્કાર વાસ્તવિક અનુભવના અહિં કહ્યા તે સ્થળકાળની મ્હારી નોંધપોથીમાંથી ઉતારા આપ્યાથી સબળ ભાન થશે એમ ધારી તે આપું છું :—

પાલગઢ*[૧] તા. ૧૫-૧૨-૦૮ મંગળવાર.

આજ સ્હવારે પાલગઢના કિલ્લા ઉપર થઈને ડુંગરની પેલીપાર તકાવીની જમીનો તપાસવાની હતી તે માટે હું ગયો. ચઢાવ એકાદ ઠેકાણે લપસણો છે. બાકી કઠણ નથી. પેલી મર ઊતરવાનું બહુ જ વિષમ કેટલેક ઠેકાણે છે.
  1. રત્નાગિરિ જિલ્લાનું સહ્યાદ્રિના પર્વતપાદ નીચેનું એક ગામ.