પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૮


શ્લોક ૧૮, ચરણ ૩. સ્થૂલદેહરૂપી પાંજરું આધ્યાત્મિક સંવેદનવાળા આત્માને બન્ધનરૂપ લાગે; પણ આ લિઙ્ગદેહનું પાંજરું હેવું સૂક્ષ્મ હતું, શશિકિરણોના સળિયા હેવા અલક્ષ્ય હતા, — કે એ બન્ધનરૂ૫ પાંજરું નહોતું લાગતું.

શ્લોક ૨૨, ચરણ ૧.

તારામંડળોની રાણી — શુક્રતારા.

ચરણ ૨. દિવ્ય સખિયો — બીજી તારા સખીઓ; બીજા તારા.

શ્લોક ૨૩–૨૪, અણદીઠા દર્પણમાં પોતાનું સૌન્દર્ય જોઈ પોતે જ પોતાના ઉપર મોહી ર્‌હેતી (શ્લોક ૨૩ ઉત્તરાર્ધ). પોતાના અસાધારણ સૌન્દર્યને પોતાને ભાન હોય હેવી સુન્દરીના મુખ ઉપરની ભાવચ્છાયાનું આ ઉત્પ્રેક્ષાગર્ભ વર્ણન છે. વગર દર્પણે પોતાનું મુખ જોતી હોય એમ મકલા મકલા કરે; એમ લટકા કરે, જાણે બધું જગત્‌ હેના સૌન્દર્ય ઉપર મોહી જતું હોય. હાવી આત્મભાનમાં લીન થયેલી સ્ત્રીઓની જોડે સરખામણી અહિં કરી છે. એક દક્ષણી નાટકમંડળીમાં સ્ત્રીનો વેશ લેનાર એક નટ આ પ્રકારના હાવભાવ મુખચર્યાવાળો મ્હેં જોયેલોછે.

શ્લોક ૨૯, ચરણ ૧. કૃષ્ણ ગોપીઓમાં પ્રત્યેક બે ગોપી વચ્ચે એક કૃષ્ણ એમ બહુતા કરીને રાસ રમ્યાની કથા છે તે ઉપરથી આ કલ્પના મૂકાઈ છે.

મૃત્યુને પ્રાર્થના. પૃષ્ઠ ૪૩.

સૌ. સરોજિની નાયડુકૃત The Golden Threshold નામના કાવ્યસંગ્રહમાંના નીચેના કાવ્યનું આ ભાષાન્તર છે :—