And when I feel, fair creature of an hour !
That I shall never look upon thee more,
Never have relish in the faery power
Of unreflecting love—then on the shore
Of the wide world I stand alone, and think
Till Love and Fame to nothingness do sink.
કડી ૨ પંક્તિ ૧ — મૂળમાં romance શબ્દ છે ત્હેનો ભાવાર્થ અહિં ‘ગાન’ શબ્દમાં પૂરો ઉતારી સકાતો નથી. આપણી ભાષામાં જ romance શાબ્દનો એક સુશ્લિષ્ટ શબ્દ જડવો કઠણ છે. કોઈ આ ઠેકાણે સુધારો સારો કરે તો સ્વીકારવાને તૈયાર છું.
પંક્તિ ૫ – અહેતુક કવિત જાદુ – Magic hand of chanceનું આ સારરૂપ ભાષાન્તર છે. કવિતાની પ્રેરણાને chance (અણધાર્યા બનાવ) નું નામ કવિએ આપ્યું છે તે એ માટે જ કે કવિત્વની પ્રેરણા કવિની ઇચ્છાને વશ નથી, આવી જાય ત્ય્હારે આવી જાય. માટે ‘અહેતુક’ શબ્દ છે.
પંક્તિ ૭ — પીંછી–મૂળમાં આ શબ્દને પ્રતિરૂપ શબ્દ નથી. કવિની તો લેખની જોઈએ પરંતુ ચિત્રકળાના સાધનનો રૂપકદ્વારા ઉપયોગ અહિં કર્યો છે; trace શબ્દ ચિત્રકળાનો છે તેથી ખાસ.
કડી ૩ પંક્તિ ૫ —અનન્ય લયનો સાર —
આ ‘પ્રેમ’ નું વિશેષણવચન છે. મૂળમાં આ મતલબનું વચન છૂટું નથી. પરંતુ unreflecting (રમતો તજી સર્વ વિચાર) એ અર્થમાંથી — —એ વિચારનું નિદાન — પ્રેમી યુગલની અનન્યલીનતા
-.