પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૨


तुकाम्हणे बुनादीचें जालें साचें उजघणें ॥ ४ ॥

(तुकारामाची गाथा, भाग २, अभंग ३५८०)
 

આ અભંગની પ્રથમ પંક્તિમાં મૃત્યુના મરણની કલ્પના છે તે અહિં સરખાવવા લાયક છે.

કડી ૧-૨. ૩-૪.

પ્હેલી કડી અને બીજી વચ્ચે, તેમ જ ત્રીજી અને ચોથી વચ્ચે, અંદર જણાવેલા પદાર્થોનો ઉપમાન અને ઉપમેયનો સંબંધ કાંઇક ગૂઢ રીતે વ્યઙ્ગ્ય છે. વ્યોમમાં ચઢેલી ઉષા અને માતાના ખોળામાં રહેલું બાળક, એ વચ્ચે સામ્ય છે; તેમ જ સિન્ધુના ઉર ઉપર સૂતેલી સન્ધ્યા અને પ્રેમીયુગલ એ વચ્ચે સામ્ય છે. આ રીતે ઉપમાના પ્રદેશમાં જ ઉદ્દેશ અટકતો નથી; પરંતુ મૃત્યુનો પ્રભાવ જડ ચેતન સર્વની ઉપર છે એ દર્શાવવા બંને જગર્ત્‌માંથી પદાર્થો લીધા છે,– ઉષા, શિશુ, સન્ધ્યા, પ્રેમી માનવ.

કડી ૪, પંક્તિ ૧.

અવિચારમાં—ભૂતભાવિના વિચાર ભૂલી જઈને માત્ર વર્તમાનમાં જ સુખ માનીને; unreflecting એ શબ્દ પાછા કાવ્યના મૂળમાં છે અને જે’નો ભાવાર્થ “રમતો તજી સર્વ વિચાર” એ વાક્યથી પ્રગટ કર્યોછે તે ભાવ અહિં છે.

પ્રથમ ૧ થી ૫ કડીમાં મૃત્યુની દુર્જયતા બતાવનારા વિચારો છે.

પછી કડી ૬ થી ૧૧માં હેનો ઉત્તર આપી મૃત્યુને જ મારી નાંખ્યુંછે.