પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૩


શ્લોક ૬–૭

“તિમિરે જનમ્યું તિમિર જતાં ક્ષણ–ઈ.”—અજ્ઞાનરૂપી અન્ધકાર જઈ જ્ઞાન પ્રગટતાં મૃત્યુ નાશ પામે; ભયથી અન્ધકારમાં જેમ ન્હાનાં છોકરાં બાઘોડ જુવેછે તેમ માણસો વ્યર્થ ભયથી અજ્ઞાનના અન્ધકારમાં મૃત્યુની ભયાનક મૂર્તિ ચીતરેછે; પણ જ્ઞાનની તલવાર અડકતાં વાત (મારવાની જરૂર જ નહિં, અડકતાં વાંત) જ એ બાઘોડની મૂર્તિ ઊડી જાય છે, મૃત્યુ મરી જાય છે.

तस्मादषानसंभूतं हत्स्थं ज्ञानासिनात्मनः ।
छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ॥›

( ગીતા, અધ્યાય ૪, શ્લોક ૪૨. )

આ વચનમાં અજ્ઞાનમાં ઉત્પન્ન થયેલા સંશયને જ્ઞાનની અસિ = તલવાર વડે છેદવાનું કહ્યુંછે, તે સંશયને બદલે મૃત્યુ (સંશયથી જ ઉત્પન્ન થયેલા) મૃત્યુને લાગૂ પાડતાં આ કડીઓના અર્થ ઉપર વિશેષ પ્રકાશ પડશે. આ કડીઓ રચ્યા પછી આ શ્લોક જોયો એ સ્વીકારવું જોઈયે.

કડી ૮ પંક્તિ ૨.

માયાદેહ—ખરી દેહ નહિં પણ illusion, ખોટી માયાજાળની રચનાથી રચાયલી દેહ; ભ્રમણાથી રચાયલી દેહ.

કડી ૯–૧૧.

માનવનું જીવન તે અમરપણાથી ભિન્ન છે જ નહિં; અમરપણું