પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૪


એ વ્યાપક સ્વરૂપ છે, ત્હેમાં આ દુનિયાંનું જીવન તે એક બેટરૂપ છે, અને હેને પરજીવન સાથે જોડનાર મૃત્યુ છે, તે માત્ર અવસ્થાન્તર જ છે. જીવનનું આ તત્ત્વ જોયાને લીધે અમરપણું પ્રગટ થાયછે; એટલે મૃત્યુ વસ્તુ લુપ્ત થાય છે. આમ જીવનરૂપી જ્યોતિની રેલ સર્વત્ર વ્યાપેલી દિવ્યનયનથી જોતાંવાત મૃત્યુ લુપ્ત જ થાય છે.

કડી ૧૧.

જગોજગ— દરેક જગાએ; ઠામઠામ. અથવા અસંખ્ય, સવ, જગતોમાં, બ્રહ્માણ્ડમાં.

વિધુરનું માયાદર્શન.— પૃષ્ઠ ૪૬-૪૭.

ઈ. સ. ૧૮૯૬ ના પછીના શુમારમાં ‘અપહ્યત કુમુદ’ નામની વાર્તા પ્રગટ થઈ હતી; ત્હેના કર્ત્તાએ હેમાં પોતાની મૃત પત્નીને માટે અર્પણકાવ્ય રચી આપવાની માગણી મ્હને કરી હતી. આમ કૃત્રિમ રીતે ઊર્મિ ઉત્પન્ન થવાની અશક્યતા લાગવાથી મ્હે વારંવાર ના કહી; અને એ વાત મનમાંથી કાઢી નાંખી. પછી કેટલેક મહિને એકાએક એ સ્થિતિની કલ્પના મનમાં જોરથી સ્ફુરી આવતાં સમભાવની વૃત્તિ પ્રગટ થઈ અને એ સ્થિતિમાં આ કાવ્ય રચાયું. તે ‘અપહૃત કુમુદ’માં અર્પણ તરીકે પ્રગટ થયું છે. આ સ્થિતિને પરિણામે આ કાવ્યમાં ગુણદોષનો પ્રવેશ થયો હોય તો નવાઈ નહિં.

કડી ૨ પંક્તિ ૨-૩. કોઈ નાઠો;– મૃત્યુ તે આ–કોઈ.

કડી ૩ પંક્તિ ૧. ઓ–આ સંબોધન શબ્દ નથી; પણ દુઃખોદ્‌ગાર દર્શાવનાર શબ્દ છે.