પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૫


કડી ૪ પંક્તિ ૧. સન્ધ્યાકાળનાં સુવર્ણમય વાદળાંવાળું આકાશ – તે સન્ધ્યનું સુવર્ણમન્દિર.
ત્યહાં પોતાની મૃત પત્નીનું સ્વરૂપ ભાવપૂર્ણ કલ્પનાબળે જુવે- છે, તેથી એ માયાદર્શન.

પંક્તિ ૨-૩. જોતાંવેંત પ્રથમ તો એ માનવદેહમાં હતી તે
નથી તેથી 'એહ નહિં—એમ ભાસ થાય છે, પરંતુ તરત જ ઓળખાય
છે તેથી પણ 'એહ ગૃહલક્ષ્મી મુજ પૂર્વે'-મ્હારી પૂર્વ સમયની ગૃહલક્ષ્મી એ જ એમ જ્ઞાન થાય છે.

કડી ૬ પંક્તિ ૧. મરણ પછી આ જીવનમાં તો ફરી સમાગમ
નહિં જ એ નિરાશા, પરંતુ પરકાળમાં મળવાની આશાની સેર
હેમાં વ્હેતી તેથી દિવ્ય નિરાશા.

અગ્નિહોત્ર–પૃષ્ઠ ૪૮.

આ કાવ્ય વર્ષગાંઠયને પ્રસંગે ઈ. સ. ૧૯૦૮ માં તે નિમિત્તે
ભેટ તરીકે લખી મોકલ્યું હતું.

હમણાં ટેનિસનના In Memoriam માંની નીચેની
પંક્તિો જોતાં એમ ક્ષણભર થાય છે કે આ કાવ્યના મથાળા તરીકે
એ મૂકી હોત તો ઠીક:---

"I long to prove
No lapse of moons can canker Love,
Whatever fickle tongues may say."
(xxvi-st. 1.)