પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૬


પણ આ પંક્તિમાંના વિચારનું સરખાપણું માત્ર–'લવે વિશ્વે
લોકો પરિચય વધ્યે પ્રેમ ઘટતો' એ ભાવ જોડે સાહજિક છે, અને
કાવ્યનું તે મુખ્ય હાર્દ નથી. મુખ્ય હાર્દ તો “અગ્નિહોત્ર”ની કલ્પના
કાવ્યના ઉત્તરાર્ધમાં છે તે જ છે. તેથી કાવ્યને મથાળે ટેનિસનની
પંક્તિ ના મૂકતાં અહિં પ્રથમ શ્લોકના પૂર્વાર્ધની સાથે વિચાર-
સામ્ય બાંધવું જ બસ ગણું છું.

શ્લોક ૨. સૃષ્ટિની ઉત્પત્તિ સમયે અગ્નિ પ્રગટતા પહેલાં જે ભૌતિક
સ્થિતિ હતી તે સાથે પ્રેમની સ્વર્ગીય હુંફ વિનાની માનવહૃદયની
સ્થિતિની સરખામણી આ શ્લોકમાં રહેલા રૂપમાં ઉદિષ્ટ છે.

શ્લોક ૩. -ચરણ ૩. સંકોરી મૃદુ કરવડે=અગ્નિને હાથ વડે સંકોરવામાં
મદુતા હોય તો હોલાઈ ના જાય; આ પ્રેમને સકોરવામાં
પણું વૃધિગંત હેને કરવા માટે મૃદુ હૃદયભાવની અપેક્ષા છે.

શ્લેક ૪-૫. અગ્નિહોત્રીનો અગ્નિ સતત રાખવાનો, નિત્ય ભજન
કરીને હવિષ્ય હોમવાનો ધર્મ છે, અને ત્હેમાં હેની પત્ની પણ
સહાયભૂત હોય છે. એ પૂજ્ય અગ્નિ કરતાં પણ આ પ્રેમરૂપી અગ્નિનું
યજન વધારે મૂલવાળું છે માટે “અપૂર્વ બે આપણ અગ્નિહોત્રી.”

અગ્નિહોત્ર બે પ્રકારનાં છે; કામ્ય અને નિત્ય; કામ્ય અગ્નિ-
હોત્ર અમુક ફળ માટે અને અમુક મુદત માટે જ હોય છે,
નિત્ય અગ્નિહોત્ર જીવનપર્યંતનું છે. આ કાવ્યમાંનું અગ્નિહોત્ર નિત્ય
અગ્નિહોત્ર કરતાં પણ વધારે કાળનું છે; કેમકે-જીવનાન્ત થયા પછી
પરકાળમાં પણ એ પ્રેમના અગ્નિની પૂજા કરીશું એમ મનોરથ
બતાવ્યોછે.