પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૭


અગ્નિહોત્રીના અવસાન પછી એ જ ગાર્હ્પત્ય અગ્નિવડે અન્ય
સંસ્કાર થાય છે, આમ આ જીવનમાં જ લૌકિક અગ્નિહોત્રનું નિયન્ત્રણ
છે; પરંતુ, આ અપૂર્વ અગ્નિહોત્રનું અલૌકિક સ્વરૂપ હેવું છે કે-

ચાલ્યાં જશું જીવનપાર ક્ષેમે,
પૂછશું ત્યહાં એ સખિ ! અગ્નિ પ્રેમે.

શ્લોક ૫-ચરણ ૨. હવિષ્ય–અગ્નિમાં હોમવાના પદાર્થ; પ્રેમના
અગ્નિને અંગે પરસ્પર સુખાર્થે પોતાનાં ગૌણ બનાવેલાં સુખ ઈત્યાદિ
હવિષ્ય, બલિ.

ચરણ ૪. ત્ય્હા--પર઼જીવનમાં.

तदगुण-પૃષ્ઠ ૪૮ -૪૮ .

આ કાવ્યનું પૂર્ણ હાર્દ પ્રગટ થવા માટે અરહંત, નિર્વાણ,
ઇત્યાદિનાં બૌદ્ધમતે શાં શાં સ્વરૂપ છે તેના વિવેચનની કાંઈક અપેક્ષા
રહે છે. માટે એ મતના તત્વજ્ઞાનમાં થોડુંક ઊતરવું પડશે.

બૌદ્ધમતે મનુષ્યનું વ્યક્તિત્વ પાંચ સ્કન્ધ (खंधा) વડે
બંધાયેલું છે :–

(1) રૂ૫-ભૌૌતિક શરીર, આકાર;
(૨) વેદના–એટલે Sensation;

(૩) સંજ્ઞા ( सञञा ) –એટલે Perception;