પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૮

(૪) સંસ્કાર (संखारो):- એટલે Discrimination;
અને (૫) વિજ્ઞાન ( विञञा):- એટલે Consciousness.

રૂપ તે શરીરના ભૌતિક અંશ તથા ગુણનો સમુચ્ચય છે; અને
વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન તે ચાર માનસિક સ્કન્ધનો ગણ
છે અને ત્હેને 'નામ' એ સંજ્ઞા છે; બંને મળી 'નામરૂપ'” એમ
સંજ્ઞાથી મનુષ્યનું વ્યક્તિરૂપ દર્શાવાય છે.

આ પાંચ સ્કન્ધ શિવાય મનુષ્યમાં બીજું કશું સ્વરૂપસાધક
તત્ત્વ નથી એમ મનાય છે. હવે મનુષ્યને પુનર્જન્મ હોવાને સિદ્ધાન્ત
તો બૌદ્ધમતે સ્વીકાર્યો છે, તો માત્ર આ સ્કન્ધમય મનુષ્યનું મરણ પછી
વ્યક્તિત્વ પાછું શી રીતે ઉત્પન્ન થાય એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
મરણની સાથે પાંચે સ્કન્ધનો વિનાશ જ થાય છે, તો નવું નામરૂ૫
શી રીતે બંધાય છે? આ માટે બૌદ્ધમતમાં કર્મનું તત્ત્વ સ્વીકારાયું છે
કર્મમાં [૧] સારાં, નઠારાં, તેમ જ બંનેમાંથી એકે નહિં હેવાં નાન્યતરરૂપનાં
કર્મનો સંગ્રહ થાય છે. મનુષ્યના જન્મમરણની પરંપરા તે
ર્ષકારણની શૃંખલા છે–-એ અવસ્થંભાવિતાવાળી શૃંખલામાં એક
અંકોડો ઉપાદાન છે; ઉપાદાન એટલે જીવનને વળગી રહેવાની
વાસના; तण्हा ( तृश्णा)-જીવનનીતૃષ્ણા-થી ઉપાદાન ઉત્પન્ન થાય-


  1. सुक्कं सुक्कविपाकं (शुक्लं शुक्लविपार्क)સારાં કર્મ, સારાં ફળ આપનારાં कण्हं कण्हविपाकं) (कृष्ण कृष्णविपाकं) નઠારાં કર્મ, નઠારાં ફળ આપનારા; અને अकण्हं असुक्कं अकण्ह - सुक्कविपाकं) (अकृष्ण अशुक्लं अकृष्णसशुलविपाकं)નઠારાં નહિં તેમ સારાં પણુ નહિ, અને કશાં ફળ (નઠારાં કે સારાં ફળ)ન આપનારાં કર્મ; આમ ત્રણ વિભાગ બતાવ્યા છે.