પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૯

છે અને ઉપાદાનથી જન્મપરંપરા (भव) બંધાય છે. આ ઉપાદાનને સાધનરૂપ લઈને કર્મ માનવના પુનર્જન્મનું સ્થાયી કારણ બનેછે. અર્થાત મરણ વખતે સ્કન્ધ બધા વિનાશ પામે છે, પરંતુ મનુષ્યના કર્મના પ્રભાવથી તત્કાળ જ નવા સ્કન્ધ બંધાય છે અને નવું જીવન ચાલે છે; નવા બંધાયેલા સ્કન્ધ અને પૂર્વજન્મના સ્કન્ધ જુદા જુદા હોવા છતાં બંનેને સાંકળનારા કર્મવડે મનુષ્યનું વ્યક્તિત્વ એનું એ જ છે એમ એકતા સચવાય છે.

આભ સ્થિતિ છે, તે એ કર્મનો જ નાશ થાય, તો પછી પુનર્જન્મનો સંભવ જ તૂટે. આ કર્મનાશ અને તે દ્વારા નિર્વાણસિદ્ધિ એ બૌદ્ધમતે પરમ લક્ષ્ય છે. આ સિદ્ધિ માટે માર્ગ (मग्गो) ચાર કમને (અથવા પેટાવિભાગ લેતાં આઠ ક્રમનો) કહ્યો છે.

सोतापत्तिमगग्गो - (सोत्स +आपत्ति)=પ્રવાહમાં પડવું), એ માર્ગમાં પડેલો તે सोतापन्न એટલે સ્રોતમાં પડેલો; વિશુદ્ધિના પ્રથમ ક્રમમાં પડેલો;

(૨) सकदागामिमग्गो (सकृत(સ=એક વાર, आगामिन આવનાર); આ માર્ગમાં પેઠેલો માણસ મર્ત્યલોકમાં એકવાર જ પુનર્જન્મ લે છે, તેથી सकृदागामी;

(3) आनागामिमग्गो (अनागामिमार्ग:) - આ માર્ગમાં પેઠેલો માણસ ફરીથી મત્યલોમાં જન્મ લેવાનો નહિ, માત્ર એકવાર બ્રહ્મલોકમાં જન્મ લેવાનો અને ત્યહાંથી નિર્વાણ મેળવવાનો;

(૪) अरहत्तमग्गो (अर्हस्यमार्ग:) -અર્હતપણું મેળવવાનો માર્ગ;

अरहा - अरहनतो-એટલે યોગ્યતાવાળો નિર્વાણની યોગ્યતાવાળો.