પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૦

આ પ્રત્યેક માર્ગના બબ્બે કમવિભાગ છે–(૧) मग्गो–માર્ગ, અને (૨) फलं -ફળ-સિદ્ધિ. પવેશની બી઼આ માં તે માર્ગના ફળની સિદ્ધિની સ્થિતિ–એમ ભેદ છે. આ માર્ગોમાં પ્રવેશ જ ના કરેલા માણસોને पृथुज्जन (पृथग्जन= સામાન્ય જન, અજ્ઞાન જન) કહે છે.

માણસને જીવનતૃષ્ણાથી જીવન સાથે જોડનારી વાસનાઓનું નામ संयोजन ( =બન્ધન) છે. એ સંયોજનોને ત્યાગ થવા માટે मार्गને ચાર ક્રમમાં થઈને આખરે નિર્વાણસિદ્ધિ મેળવાય છે. सकदागामी માણસે अत्त्वादो (= आत्मवाद) અહંતા, विचि- किच्छा (विचिकिस्सा) સંશય, અને सीलम्बतपरामासी (शीलवरतपरामर्श) કર્મકાણ્ડનો દમ્ભ-એ ત્રણનો ત્યાગ કરેલ હોયછે, અને , राग, दोस, मोह(राग, द्वेश, मोह) એ ત્રણ વિકારોને પોતાનામાંથી બહુધા લુપ્ત કર્યા હોય છે.

એ રીતે કમે ક્રમે દરેક માર્ગમાં વિશુદ્ધિને ઉત્કર્ષ થાય છે; અને અંતે अरहत्त માર્ગમાં પેઠા પછી પૂર્ણ વિશુદ્ધિ મળે છે; अरहत्त માર્ગસ્થનામાં આરમ્ભ થાય છે અને अरहत्त ફલસ્થનામાંથી સર્વ વિકારો લુપ્ત થાય છે (वीतराग એ બને છે), એ निर्वाण પામેલો ગણાય છે. એ સ્થિતિ उपादिसेस निञवान (उपादि= પાંચ સ્કન્ધ) સર્વ સ્કન્ધ હજી રહ્યા છે એ નિર્વાણની સ્થિતિ; અને એ મરણ પામે

ત્ય્હારે હેનું અસ્તિત્વ લુપ્ત થાય છે; કર્મનો નાશ થયાથી ફરી જન્મ થતો નથી; તૃષ્ણા અને જીવનને ઉત્પન્ન કરનારા સર્વ વિકારો સાથે જોડાયેલું કર્મ જ લુપ્ત થાય છે એટલે પુનર્જન્મ નહિં, અને માનવ તે સ્કન્ધનો જ સમુચ્ચય એટલે સ્કન્ધ લુપ્ત થયા એટલે ફરી જન્મ નહિ