પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(દ્રુતવિલંબિત.)
‘જનનિ ! આપ્ય ક્ષમા તુજ બાળને,
શરણ દે તુજ પાયતણું મ્હને,
તિમિર-અન્ધ બન્યા મુજ બન્ધુ તે
નવ શકે નિરખી જ સુપન્થને. ૧૮

તિમિરમાં મુજને પણ ના સૂઝે;
તુજ સમીપ વ્યથા મનની રુઝે.
અહિં વશી તપ ઉત્કટ હું તપું,
તુજ અને પ્રભુનામ સદા જપું !’ ૧૯
(અનુષ્ટુપ્)
ઊઠાડી ભૂમિથી પ્રેમે, ગ્રહી અંગુલિ માહરી,
વદે દેવી પછી વાણી કાંઈ વત્સલતાભરી. ૨૦

(વસંતતિલકા.)
“માં વત્સ ! તું કંઈ વિરક્ત થતો અધીર,
જા બન્ધુમંડળ વિશે બની કર્મવીર
કર્તવ્યકેરું તપ આદર્ય તું સમર્થ,
ને હું તપીશ તપ અહિં જ બાળ-અર્થ. ૨૧

(લાવણ્યમયી.)
વિધા, ધન ને ધર્મ ગુમાવ્યાં, ગુમાવિયું ગૃહનૂર,
ઈષર્યા, કલહો, કપટો જામ્યાં, પાપતણું વહ્યું પુર,
બાળ મુજ જાય તણાયાં ! ૨૨