પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૫

વણમાં તેમ ના થતાં અન્ય અનુભવને પોતાના રંગથી રંગી દેવાનું વિલક્ષણ કાર્ય થવાથી એ દશાની અતિ ઉચ્ચ કક્ષા બતાવાય છે.

કૌમુદીપટમાં તદ્ગુણતા પામતી નૌકાના દષ્ટાન્તને આધારે બુદ્ધ ભગવાન્ પોતાની નિર્વાણશાન્તિ વિશેનો એક જાતિ–અનુભૂવ વર્ણવે છે, પોતે ઊંડાં મથનો કરી બોધિવૃક્ષ તળે અંતે નિર્વાણ સુખ મેળવ્યું, તે સ્થિતિ કાયમની થઈ છતાં એકવાર ધ્યાનમાં પોતે નિમગ્ન હતા,

ને તે ક્ષણે મધુર મૂર્તિ યશોધરાની એ ધ્યાનમાં સ્ફુરતી જો ! પ્રગટી જ છાની;

પરંતુ એ મૂર્તિ પૂર્વાવસ્થાના માનવ પ્રેમસંસ્કાર જગાડી શકી નહિં; રાણીને છાજે તેવાં આભૂષણો અને વસ્ત્રો ધારેલાં હતાં તે લુપ્ત થઈ એ મૂર્તિ બીજા સાદાં પણ દિવ્ય વસ્ત્રાભૂષણો વડે આચ્છાદિત થઇ, અને

નિર્વાણમાં નવ થયો કંઈ તેથી ભંગ, નિર્વાણ કેરું બની એ રહીં દિવ્ય અંગ.

આમ મહાન પ્રેમની મૂર્તિ -પ્રેમને ખાતર પ્રેમપાત્ર પત્નીનો ત્યાગ કરનાર અલૌકિક પ્રેમી – આખરે નિર્વાણ અનુભવતો હતો તે જ શાન્ત સમાહિત દશામાં પૂર્વાશ્રમની પ્રેમમૂર્તિ યશોધરાની છબિ નિર્વાણકૌમુદી પ્રગટ થતાં સમાધિનો ભંગના થયો, પરંતુ નિર્વાણ- શાન્તિયે એ પ્રેમમૂર્તિને પોતાનામાં પચાવી લીધી–એકરૂપ કરી લીધી. આ અલૌકિક પ્રેમીનો ઐહિક પ્રેમ લુપ્ત થવા પછીનો અલૈકિક

પ્રેમાનુભવ પોતાને જ મુખે ગવડાવ્યો છે; મહાન પ્રેમીનું નિર્વાણમાં