પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૬

પ્રગટેલું પ્રેમસ્વપનદર્શન પ્રગટ કરાવ્યું છે, અને એ સ્વપ્રદર્શનને નિર્વાણના દિવ્ય રંગમાં બોળ્યું છે.

શ્લોક ૪, ચરણ ૨, ઉદધિવ્યોમ- ઉદધિ (સાગર) અને વ્યોમ (આકાશ); દ્વન્દ સમાસ. જ્યહાં ચુમ્બતાં ઉદધિ વ્યોમ-અર્થાત, ક્ષિતિજમાં.

ચરણ ૪. જલૌધે -જલ+ ઓધ (=સમૂહ, પ્રવાહ), જળના સમૂહમાં, પ્રવાહમાં.

શ્લોક પ, ચરણ ૨. તિમિરોદરેથી–તિમિર + ઉદર = અન્ધકારનું પેટ; અંધકારનું ઊંડાણ.

ચાંદનીના પટાની બંને બાજુ કાળી અંધારાની છાયા ત્હેમાંથી એકબાજુથી આવાને ચાંદનીમાં પ્રવેશ કરતી નૌકા વર્ણવી છે.

ચરણ ૪. શુભ્રવેશ–ધોળો વેશ; શઢ ધોળો છે તેથી. શ્લોક ૮, ચરણ ૪.

શાન્તિના જળમાં લહરી થાય (મોજા ઉત્પન્ન થઈ ચલતા જેવો ભાસ થાય) ત્હેને અજ્ઞાન અને શાન્તિની સ્થિતિમાં ભંગ થયો માને છે.

પરંતુ, વસ્તુતઃ

શ્લોક ૪ પૂર્વાધ-

નિર્વાણના સિધુના જળમાં કદી પણ શાંતિમાં વિકાર થતો નથી; વિકારનો આભાસ થાય કદી, તો તે જુદી જ વસ્તુ છે (અન્ય જ એ પ્રકાર);