પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૭

આ અન્ય પ્રકારનું સ્વરૂપ સમઝાવવા માટે–

ઉત્તરાર્ધમાં બુદ્ધ મહાત્મા પોતાની જ નિર્વાણદશામાં બનેલા અનુભવોમાંથી એક કહીં બતાવાનો આરમ્ભ કરે છે.

શ્લોક ૧૦, પંક્તિ ૧ બોધિવૃક્ષ–બુદ્ધ અનેક થઈ ગયા કહેવાયછે; તે દરેક બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ અમુક વૃક્ષની તળે ચિન્તન, તપ, કર્યાથી મળે છે, તે પછી તે વૃક્ષનું નામ બોધિવૃક્ષ કહેવાય છે (બુદ્ધત્વનું ઝાડ); એ ઝાડ બૌધોમં પૂજ્ય ગણાય છે. શાકયમુનિનું બોધિવૃક્ષ અશ્વત્થ હતું; હેની પૂર્વના બુદ્ધ કશ્યપનું ન્યગ્રોધ વૃક્ષ હતું.

પંક્તિ ૨.

બોધિવૃક્ષ તળે તપ કરતી વખતે અનેક વિઘ્નો, લાલચો, વગેરે પ્રગટ થાય છે; માર (પાપનું મૂર્ત રૂ૫)પ્રલોભક રૂપે આવી બુદ્ધ થનારને કસોટીએ ચઢાવે છે, મારનું સૈન્ય પ્રલોભનાદિકને માયારૂપે ધારીને ચલિત કરવા મથે છે; અન્તે ત્હેના ઉપર વિજય મેળવીને પરમ

सम्मासंबुद्धो (सम्यक़्संबुद्ध:) સારી રીતે પ્રકાશ પામેલો બને છે, નિર્વાણ ભોગવનારો બુદ્ધ બને છે, अर्हत (અરહન્ત) થાય છે.

શ્લોક ૧૧, ૧૨.

આ બુદ્ધત્વના નિર્વાણની સિદ્ધિને છેવટનો ક્રમ અહિં આલેખ્યો છે.

શ્લોક ૧૧, પંક્તિ ૨. સંવેદન -અનુભૂતિ; આન્તર અનુભવ; ઊંડા હદયમાં અનુભવ.

શ્લોક ૧૨, પક્તિ ૧. અપ્રમેય = તર્કના પ્રમાણથી સાબીત