પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૦


એ ‘કદી નહિં – પણું’ જ વિષયનું મધ્યબિન્દુ છે. આટલેથી જ બંને વચ્ચે સામ્ય અટકે છે. The Raven માં “કદી નહિ”ના વિષયરૂ૫ કવિની પ્રેમપાત્ર બનેલી – મૃત્યુએ હરી લીધેલી – લેનૉર (Lenore) નામની કન્યા સાથે મેળાપ, હેનું પુનર્દર્શન એટલું જ છે; આ ‘ઘુવડ’ કાવ્યમાં “કદી નહિ”નો વિષય એટલો સંકુચિત નથી; હેના વિષયની મર્યાદામાં જીવનના અનેક ન્હાના મોટા, મૃદુ ગંભીર, પ્રશ્નો, સૃષ્ટિના ગૂઢ કોહ્યડા, અને ગૌણ અંશ પ્રેમી જનેનાં સુખદુઃખ – એ સર્વનો સમાવેશ કર્યો છે.

બીજો ભેદ એક છે. The Raven માં Raven પક્ષી કવિના ઘરના ખંડમાં Pallas (પૅલૅસ = Minerva મીનર્વા, જ્ઞાનની દેવી) ના પૂતળા ઉપર આવીને બેસે છે. આ ગઠવણમાં ખાસ સૂચન એમ છે કે પોતાની પ્રિયા – લૅનોર – ના મરણને લીધે જે કરુણરસની વૃત્તિમાં કવિ હતો તે વૃત્તિમાં જ્ઞાનની મૂર્તિરૂપ પેલેસને લીધે જ – કેવળ જ્ઞાનને લીધે — નિરાશા, ધર્મબળના આશ્વાસન વિશે અશ્રદ્ધા, વગેરે ભાવો પ્રગટ થયાછે; અને તે નિરાશાને મૂર્ત કરનારા શબ્દો – Never more (કદી નહિં) અને પક્ષી કાવ્યનું જીવરૂપ બન્યાંછે. આ ‘ઘુવડ’ કાવ્યમાં એ પ્રસંગ જ નથી એટલે એ સ્વરૂપ જ નથી.

બંને કાવ્યના બંધારણમાં એક ગૌણ ભેદ છે. The Ravenમાં કવિ પક્ષીને હેનું નામ પૂછેછે એટલે પક્ષી બોલે છે— “ Never more”. પછી કવિના વિચારમાં પ્રશ્નો ઉત્પન્ન થતાં ઉત્તરરૂપે Nover more એ શબ્દો ચારેક પ્રસંગે જ બોલાયછે. પરંતુ

તે ઉત્તરને પરિણામે પક્ષીને સંબોધીને કવિ હેને જ પ્રશ્નોના ખુલાસા