પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૧

સાક્ષાત્ પૂછેછે, અને એ બોલે છે-Never more. “ઘુવડ”માં એ પક્ષીને સંબોધીને પ્રશ્ન પૂછ્યા નથી, કવિ પોતાની જાત્યને જ જાણે પ્રશ્નો પૂછેછે, અને “અણપૂછ્યો ઉલૂક’ વચમાં લવેછે – કદી નહિં;” અને તે વખતે હેને ઠપકો, ભર્ત્સના, ઇત્યાદ્ધિનાં વચનો દરેક પ્રસંગે કવિ કહેછે.

મૂળ કાવ્ય જોયા વિના માત્ર એક જ ભાવથી સચવાઈને આ કાવ્ય રચાયાને પરિણામે આમ બંને કાવ્યોમાં સ્વરૂપગત ભેદ આવ્યાછે.

કવિના હૃદયમાં જ રહેલા “કદી નહિં” નો ભાવ – આત્મસ્થિત ભાવ – કવિત્વકલાના કીમિયાથી બાહ્યવર્તી ઘુવડપક્ષીનું મૂર્તરૂપ લઈ બાહ્યજગત્‌ના પડદા ઉપર છપાયોછે એ રસિક વાચકને કહેવાની જરૂર નથી.

ખંડ હરિગીત – એમ નામ આ છંદને હું આપુંછું.

હેનું સ્વરૂપ :— પ્હેલાં ત્રણ ચરણ બાર બાર માત્રાના; ચોથું ચૌદ માત્રાનું. તાલ પ્રથમ ત્રણ ચરણમાં પ્હેલી માત્રા ઉપરથી શરૂ થાય; ચોથામાં ત્રીજી માત્રા ઉપરથી; આ બતાવવા માટે તાલહીન પ્રથમ બે માત્રાના અક્ષરો પ્રથમની ત્રણ પંક્તિથી બ્હાર પડતા મૂક્યાછે.

૧ લી, ૪ થી, ૮મી, અને ૧૧ મી માત્રા ઉપર તાલ પ્રથમ

ત્રણ ચરણમાં; ૩ જી, ૬ ઠ્ઠી, ૧૦ મી, અને ૧૩ મી માત્રા ઉપર