પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૨


તાલ ચૉથા ચરણમાં; એમ આવી ‘ઝંપા’ નામનો [૧]તાલ સંગીતમાં છે ત્હેનો પ્રવેશ અહિં થાયછે.

આ સ્વરૂપ ઉપરથી જણાશે કે માત્ર હરિગીતનાં બે ચરણનાં

ચાર બનાવીને આ “નવો” છંદ નથી બનાવ્યો; ખંડ હરિગીતનાં ચાર
 1. *ઝંપા તાલનું રૂપાન્તર દીપચંદી છે એમ ભાસ થાય છે. હું પણ એમ માનતો હતો, પરંતુ બંને તાલોની માત્રાઓ સરખાવતાં બંને સ્વતન્ન તાલ છે એમ લાગે છે :—

  ઝંપા — “મન્દ મન્દ સમીર વ્હે તરુકુંજમાં બહુ મ્હાલતો.”

  ગાલ ગાલ લ ગાલ ગા લલ.

  અહિં ગાલ ગા ગા એ સંધિનાં આવર્તનો છે; સંધિની માત્રા છ છે; અર્થાત્ ઝંપા તાલનું અલ્પતમ રૂપ ૭ માત્રાનું, પણ બે આવર્તનથી તાલ રૂઢ રૂપે આવેછે તેથી ૧૪ માત્રાનો એ તાલ થયો.

  દીપચંતી–“સંત સ્તવે ભગવંત વસંતે ઊંચે સ્વરે લલકારી”

  ગા ગા લ ગા ગા લ– (આ પંક્તિમાં ત અને ભ દીર્ધ ઉચ્ચારાયછે તેથી ગા)

  અહિં ગાગાલ એ સંધિનાં આવર્તનો છે; સંધિની માત્રા ૫ છે; અર્થાત્‌ દીપચંદીનું અલ્પતમ રૂપ ૫ માત્રાનું, પણ બે આવર્તનથી સધાતું રૂઢ રૂ૫ ૧૦ માત્રાનું. આમ સ્વરૂપગત ભેદ બે તાલોની વચ્ચે મ્હને તો જણાય છે.