પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વિરલ વીર કો મથતા કરવા, બન્ધુતણો ઉદ્ધાર,
તદપિ મેહસિન્ધુના તરંગો, બાળ ગ્રસે અનિવાર,
હારતા વીર બિચારા ! ૨૩

રૂઢિ રાક્ષસી હસતી ઊભી, યજ્ઞતણો રચી કુંડ,
કોમળ કોમળ બાળકી હોમે, પ્રજળે અગ્નિ પ્રચંડ,
બાળ મુજ નવ કંઈ જાણે. ૨૪

અને હોમતી અનાથ વિધવા પાપદુઃખને ગર્ત,
અટ્ટહાસ રાક્ષસી કરંતી, બાળક ન લહે અર્થ,
અન્ધતિમિરે સહુ ડૂબ્યાં. ૨૫

તદપિ નિરાશાવશ નવ થાઉં, ધરું ઉગ્ર તપ આજ,
વત્સ! તહને વર આપું અમોલું ઉદ્વર્ય બન્ધુસમાજ,
વાજશે દુંદુભિ જયનો. ૨૬


(વસન્તતિલકા.)

લે અશ્રુની સ્ફટિકમાળ હું આપું, તે તો
કર્તવ્યવિઘ્ન નડતાં કર ફેરવે, તો
ઊંડું સુણીશ મુજ પ્રાર્થનગીત પાછું,
ને વિઘ્નનું દળ થશે વિખરી જ આછું.” ૨૭

            ______