પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૪


આ કાવ્યમાં પૂર્ણ ચાર ચરણના શ્લોક બન્યા પછી ‘ઘુવડ બોલ્યો — કદી નહિં !’ વગેરે છૂટક ચરણો આવ્યાં છે ત્ય્હાં ઘણું કરીને સર્વત્ર ૧૨ માત્રાનાં જ ચરણો રાખ્યાંછે ત્હેનું કારણ પણ કાંઈક આ રીત્યનું જ છે, તે રસિકજનો યથાસંભવ વિચારી લેશે. તે જ રીતે ૨૧ મા શ્લોકમાં બીજું જ ચરણ ૧૪ માત્રાનું કર્યુંછે, કેમકે એ કલાક બીજા ચરણથી જ સમાપ્ત કર્યોછે.

ખંડ હરિગીતનાં પ્રથમનાં બે ચરણમાં અંતે બે માત્રા જેટલો વિરામ ઉત્પન્ન થાય છે (પછી આવનારા ચરણમાં આરમ્ભની બે માત્રા ગાળવાને લીધે અથવા બીજી રીભે બોલતાં, તાલ પ્રથમની માત્રાથી જ શરૂ કરવાને લીધે); તેથી છંદમાં એક પ્રકારની ઉત્સુકતાનું સ્વરૂપ ધ્વનિત થાય છે, તે સાથે છન્દના નર્તનમાંથી અતિ સરલ પ્રવાહ કાંઈક ઈષ્ટ રીતે ખણ્ડિત થાય છે. આ ઈષ્ટ પરિણામ આવવાની સાથે સાધારણ હરિગીતથી સાચી વિલક્ષણતા (ઉપર બતાવ્યા પ્રમાણે) સચવાય છે. આ ઉપરથી જણાઈ આવશે કે નવો છન્દ યોજવામાં આવશ્યક અંગ કાં તો છન્દના સ્વરૂ૫સાધક અંશ જેને રા. કેશવલાલે પોતાના “પદ્ય રચનાના પ્રકાર” વિશેના અનુપમ ચાતુર્યવાળા નિબન્ધમાં[૧] સંધિ એમ નામ આપ્યુંછે તે સંધિની અપૂર્વતા તે છે, કે કાં તો તે જ સંધિને બીજભૂત લઈને હેનાં

સંયોજનોમાં આવતી વિલક્ષણતા તે છે. અહિં પ્રસંગ આ બીજા પ્રકારના
  1. * બુદ્ધિપ્રકાશના ઈ. સ. ૧૯૦૮ ના જાન્યુઆરીથી એપ્રિલના અંકમાં જુવો.