પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૬

________________

કયાં થુવર તે કાંટા ભર્યો ?

આ રંગ છે ન્યારો ધર્યો,
ઓ રજપતાણી વિરાંગના!
(“વીરાંગના કર્મદેવી'

વસન્ત, અધિક શ્રાવણ, સંવત્ ૧૯૬૫ પૃઇ ૩૧૩)

મિ. ખબરદાર આ રચનાને મ્હેં 'હુવડ’ માં પ્રથમ જ યોજેલું નામ “ખંડહરિગીત” આપે છે. પરંતુ આ પંક્તિયો શુધ્ધ હરિગીત ની જ છે તે-

ક્યાં કુમુદની કોમળ બની કયાં થુવર તે કાંટા ભર્યો? આ રંગ શો ન્યારો ધર્યો, ઓ રજપતાણી વિરાંગના –

આમ વાંચી બોલી જોતાં ૨૮ માત્રાનાં ચરણો બે બનશે, તે મૂળ હરિગીતનું જ બીબું છે તે વિચાર્યાથી જણાઈ આવશે. માત્ર અક્ષરોની આગળથી ગમે તેમ કડકા પાડ્યાથી નવીન છન્દનું સ્વરૂપ બંધાતું નથી. આ સ્પષ્ટ થવા માટે મિ. ખબરદારના એ જ કાવ્યમાંની નીચેની પંકિતયો જુવો:–

રંગમ્હેલ સુખાસને

યુવતિ રસમાં ખેલતી,
તજી સર્વ વિલાસને
તે યુદ્ધ ક્ષેત્રે રેલતી. ( એ જ “વસન્ત’

પૃ. ૩૧૪)

આ ખંડહરિગીત હેની મેળે જણાઈ આવે છે.