પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૭

આ ટીકા સ્હામે કોઈ શંકા કાઢે કે “ઘુવડ" નો ૨૧ મો શ્લોક બેચરણી છે --

ધૂર્ત અને રહે હવે
તર્જી આત્મગૌરવ શું લવે ?

તે બે ચરણો સંધાયલાં જ વાંચતાં ૨૬ માત્રાવાળા નર્મદાશંકરી હરિગીતનું જ એક ચરણ બને છે કની? આ શંકાનું સમાધાન એટલું જ છે કે આટલા છૂટક શ્લોકાર્ધને જ છે કે ખંડહરિગીતનું નામ આપ્યું હોત તો દોષ આવત; પરંતુ આ લોકાર્ધ તે આજૂ બાજુના ખંડહરિગીતોની સમગ્ર યોજનાને એક ભાગ જ છે તે વિચારી તે દોષ દૂર થશે.

ખંડશિખરિણી આ નામ યોજવા માટે વિશેષ ખુલાસાની જરૂર નથી, હરિગીત એ માત્રામેળ છે તેથી તેના સંધિનું સ્વરૂપ, આ અક્ષરમેળ શિખરિણીના સંધિથી જુદું જ હોય. હેમાંના સંધિ તે લઘુ ગુરુના સમુદાયના અમુક ક્રમને જ પકડીને રહેવાના. તે સંધિનાં યોજને જુદી જુદી રીતે કરી સમગ્ર ચરણ શિખરિણીનું ઉપસ્થિત ના થાય વહારે ખંડશિખરિણી બને.

આ બંને છન્દરચનામાં આવતા કે કોઈ પ્રકારનું એક સ્વરૂપ ધ્યાન ખેંચનારું છે:-

"તિમિરમાં તારક તરે”

એ ચરણમાં આરસ્તે “ધન” શબ્દ ઉમેરતાં

“ઘન તિમિરમાં તારક તરે”