પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૮

________________

આમ ચરણ થાય. આ ચરણમાં તાલના સ્થાનને અનુસરીને હરિગીત અથવા શિખરિણીના સંધિ પ્રગટ થશે: –

ધન તિમિરમાં તારક તરે–હરિગીત, ઘન તિમિરમાં તારક તરે–શિખરિણી

આમ અક્ષરમેળ અને માત્રામેળના સધિનાં અન્તઃસ્વરૂપ ભિન્ન છતાં અહિં આકસ્મિક યોગ આ વર્ણરચનામાં આવ્યો છે; પરંતુ સંધિનાં સ્વરૂપ જુદાં જ રહે છે.
હવે અહિં 'તારક' ને બદલે 'તારા' કરીશું તો

ઘન તિમિરમાં તારા તરe–એમ હરિગીત બરોબર થશે; પણ-

ઘન તિમિરમાં તારા તરે—એમ શિખરણીનો ભાગ નહિં બને. આ સ્વભાવશુદ્ધ અથવા કેળવાયલા શ્રવણને તરત જણાઈ આવશે. શિખરિણી જેવા અક્ષરમેળ છન્દમાં કેવળ માત્રાને મેળ સાચવવા જતાં આમ ક્ષતિ આવી જાય છે. આ પ્રકારની ' છૂટ’ કેટલાક કવિ લેછે ત્હેમાં સ્ખલન શી રીતે થાય છે તે આ દૃષ્ટાન્તથી સહજ સૂચિત થશે. અક્ષરમેળ વૃત્તના સંધિ અને માત્રામેળ છંદના સંધિ, એ બે વચ્ચે સ્વરૂપગત ભેદ છે તે ભૂલી જવાનું પરિણામ એ કવિની ' છૂટ’ માં પ્રગટ થાય છે.

ખંડશિખરણી- આ નામ મ્હેં પાડયું છે ખરું; પણ શિખરિણીનો આ વિકાર 'મણિમય સેંથી' નામના અનુપમ કાવ્યમાં રા, ન્હાના-