પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૧

શ્લોક ૧૩ ચરણ ૧૦ ઘૂક = ઘુવડ. સં.घूक:-घूक्क પૂજા-પૂજા , પ્રા.घुअडो

ચરણ ૨. તાનભંગ- વિચારના, મનના, તાનમાં, સ્વરમાળામાં,ભંગ.

ચરણ ૩ તાનલક્ષ્ય- વિચારરૂપી સ્વરના તાનનું લક્ષ્ય.

શ્લોક ૧૫ ચરણ ૩. વિક્રમ-આશમાં–પરાક્રમની આશામાં ambition માં.

શ્લોક ૧૮. પૂર્વાધ–મનમાં સારાં કર્મો કરવાના ઇરાદા રાખ્યા, પણ ત્હેને કૃતિમાં ઉતારાયાં નહિં. આ ભાવાર્થ છે.

ચરણ ૩–સારા અનુકૂળ પ્રસંગો, સત્કાર્ય વગેરે કરવાના પ્રસંગો, લાગ, આવીને છટકી ગયા, સર્યા.

શ્લોક ૧૯. ચરણ ૩.

પ્રશ્ન ઊંડો સુણું-કવિ પોતે જ પ્રશ્ન પૂછે છે એમ નથી, પરંત પોતાના હૃદયમાં ખરું જોતાં ઉત્પન્ન થતા પ્રશ્નો કોક હદયની બહાર રહેલું અજ્ઞાત, અદષ્ટ, સત્વ પૂછે છે એમ ધ્વનિ છે; તેથી પ્રશ્ન સુણું' કહે છે.

શ્લોક. ૨૨ ચરણ ૪.

પૂષા–સૂર્ય. સૂર્ય અને ઉષાની વૈદિક કથા સુપ્રસિદ્ધ છે. સૂર્ય