લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉદ્‌બોધન–૧.

(ગરબી.*)
જાગો, ભારતસંતાન ! બન્ધુ હો! જાગો હવે તો;
ઊગ્યો વિમળ સત્યભાણ, બન્ધુ હો! ! જાગો હવે તો;;
જાગો, ભારતસંતાન !
(સાખી.)
પડયા ઘોર નિદ્રા વિશે, વીત્યાં વર્ષ અસંખ્ય,
મૃતસમ પડિયા બન્ધુ ઓ ! નવ જીવન લ્યો નિ:શંક,
બન્ધુ હો!! જાગો હવે તો; !
જાગો, ભારતસંતાન ! ૧

નિદ્રિત દેખી આવી ત્ય્હાં રૂઢિ રાક્ષસી કૂર
બાંધ્યાં બન્ધન ઝકડીને, લીધું ચોરી જીવનનૂર
બન્ધુ હો!!જાગો હવે તો; !
જાગો, ભારતસંતાન ! ૨

તોડો બન્ધન બળ કરી, આળસ મરડી અંગ,
જીવનમાર્ગે સંચરો ધરી અભિનવ વિરલ ઉમંગ,
બન્ધુ હો! ! જાગો હવે તો;
જાગો, ભારતસંતાન! ૩

__________________________________________

  • 'લોચનમનને રે કે ઝગડો લોચનમનનો” એ ચાલ.