પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૩

શ્લોક ૨૫ ચરણ ૪ ઘુવડ બોલ્યો . ઘુવડ’ શબ્દ બહુધા નપુંસકલિંગમાં વપરાય છે (પક્ષી-- નપુંસકલિંગ ગુજરાતમાં છે તેથી); પણ પુલિંગમાં પણ કદી કદી પ્રયોગ થાય છે, તેથી આ કાવ્યમાં બંને લિંગના પ્રયોગ થયા છે.

શ્લોક ૨૬,ચરણ ૧,૨,૩

मुहुरङ्गुलिसंवृताधरोष्ठं
प्रतिशेघाक्षरविकलवाभिरमम |
मुखमंसविवर्ति पक्षमलाक्ष्याः
कथमप्युशमितं न चुम्बितं तु

એ શકુન્તલા અને દુષ્યન્તના સુન્દર ચિત્રનું સ્મરણ આ પંક્તિયોથી થશે.

ચરણ છેલ્લું --

આ ચરણના પહેલા ચરણમાં ઘુવડનું વચન—-“એ કદી નહિ એમ નીકળે છે ત્હેના જ નિરાશામય પ્રતિધ્વનિ તરીકે જ આ ચરણ માંનું વચન-“કદી નહિં! હા! કદી નહિં !” એ વચન-કવિના ઉદ્રગારરૂપે આવ્યું છે. જુદાં અનુવાદ ચિહનો (“ ”) માં એ વચન મૂક્યું છે તે ઉપરથી આ જણાઈ આવશે.

ગૂઢકોકિલા. પૃષ્ઠ પપ-પ૮.

'ઘુવડ; કાવ્ય પૂરું કર્યું તે જ વખતે હેના બીજા ખંડ તરીકે- _____________________

  • અભિજ્ઞાન શાકુન્તલ-અંક ૩ શ્લોક ૨૪.