પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૫

ઉષા, કૃષ્ણપક્ષને પહરેડનો અર્ધચન્દ્ર (પશ્ચિકલા) અને એ( શશિકલા) અડોઅડ જણાતો શુક-આ રચના એક સુન્દર પ્રભાતકાળે રત્નાગિરિ જિલ્લાના મુહાગર ગામમાંથી પ્રયાણ કરતે દીઠી હતી. અને તે જ પ્રસંગે નાળિયેરીઓ તથા આંબાના ગીચ બગીચામાં કોયલ "મધુર ગાનસુધા વરસાવતી’ સાંભળી હતી. “મધ્યરાત્રે કાયલ” વિશે શંકા ફાઢનારા કેટલાક એટલી હદ સુધી ગયા છે કે રાત્રે કોયલ કહી સંભળાય જ નહિં, અને સંભળાય તે ચાંદનીની રાત્રે જ એમ સૃષ્ટિના બનાવો અનુભવ લીધા વિના જ બોલે છે! એ વર્ગ વળી આ પ્રસંગ વિશે પણ કા કાઢશે કે હોડમાં કોમલ સંભળાય નહિં, અને સંભળાય તે ચાંદનીમાં જ? તો

जानन्ति ते किमपि तान्प्र्ति नैश यतन:

એટલું જ કહેવું બસ છે.

પરંતુ સૃષ્ટિના નિયમને એક ભંગ પ્રાચીનકાળથી ચાલી આવેલા આપણા એક સંપ્રદાયમાં જણાયછે, ને હું પણ એ રૂઢિના પ્રવાહમાં તણાયો છું તેનેધવું જોઇએ. કોકિલ નર હમેશાં ગાય છે, માદા નહિ, છતાં

त्वां कामिनो मदनदूतिमुदाहरन्ति

એમ પુરૂરવ પાસે બોલાવનાર કવિ કાલિદાસથી માંડીને કવિવર્ગમાં માદા જ ગાનારી મનાતી આવી છે અને હાલ લૈકિક વાણી કોયલ બોલી” એમ જ છે. એટલે એ દૂષણ રૂઢિને માથે જ નાંખું તો moral cowardice નહિં ગણાય એમ આશા છે. યુરોપમાં નાદાગેલ” ( nightingale)—બુલબુલ-વિશે પણ કવિવર્ગમાં આ પ્રકારને જ ભ્રમ પ્રવર્તેલો છે.