પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૭


કોણ કહે સુખ નશ્વર છે? પૃષ્ટ્ઃ ૬૧–૧ર.

“છે માનવજીવનની ઘટમાળ હેવી,
દુ:ખપ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.”

( શુક્રતારા–શ્લોક. ૧૦, “હૃદયવીણા'-5. ૭૭)

એ ક્ષણિક મનોવૃત્તિને શાશ્વત ઉત્તર આપનારી કલ્પના આ કાવ્યમાં છે. દુઃખવાદ ( pessimisrn) જીવનમાં દુ:ખનીજ વ્યાપકતા જુવે છે, ત્હેવી એ ક્ષણિક વૃત્તિ નથી; કેમકે ઉત્તરાર્ધમાં કહ્યું છે:-

તો એ કટુત્વ હરતાં સુખબિન્દુયોગે
થાએ જ સહ્ય કંઇ જીવન મૃત્યલોકે."

આ સુખબિન્દુ તે સુખસિવુ જ છે એ દર્શાવવાને હેતુ આ કાવ્યો છે. સર્વ સુખનું નિદાન પ્રેમ-અચલ, વ્યાપક પ્રેમ છે. તે પ્રેમ વિરલ સૂમરૂપે સર્વત્ર પસરી રહ્યા છે, તે પછી હેને પરિણામે સુખ ચિરસ્થાયી જ હોઈ છવન મનોહર જ લાગવું જોઈ; સુખ નશ્વરનાશ પામનારું છે જ નહિં; (શ્લોક ૧).

આ સુખસિન્ધુ છે. એ સિબ્ધને અનુભવ જીવનમાર્ગમાં એ સિધુમાંનાં બિવડે જ મળી સકે, એ બિન્દુઓ-ક્ષણિક ભાસતું, પણ સંસ્કારધારા ચિરંજીવી, ચુમ્બન, પ્રેમભર્યો સિમત (દુઃખને સમયે

સ્મરણુજારા સુખ આપનારાં સ્મિત), ઈત્યાદિ આ જીવનમાં ડગલે ડગલે વીણેલાં કુલનાં માધુર્ય સત્યરષ્ટિથી જોનારને તે સ્થિર જ લાગશે. માટે સુખ અવિનાશી જ છે. (શ્લોક ૨, ૩, ૪). એ સુખો