પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૨


“ગયા મોહો સાધી સ્મૃતિ”—આ શબ્દો ‘ભગવદ્‌ગીતા’માંના સંસ્કારથી ઉત્પન્ન થયા છે-

नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादाम्मबाच्युत ।

(અધ્યાય ૧૮, શ્લોક ૭૩. )

“મોહ ભાગ્યો, સ્મૃતિ લાધી મ્હને આપ પ્રસાદથી.” (રા. ન્હાનાલાલ દલપતરામ કૃત ભાષાન્તર.)

લાધી-( સં. लब्धं–પ્રા. लद्ध–ગુજ. લાધ્યું.) પ્રાપ્ત થઈ.

ચરણ ૨.

પ્રવેશી અંગારે—દુઃખ, જીવનના વિષમ અનુભવ, પશ્ચાત્તાપ ઇત્યાદિ અંગારમાં પેસીને

શ્લોક ૧૪/, ૧૫/

આ બે શ્લોકના અર્થમાં પ્રથમાભાસે વિરોધ જણાતો નથી. પરંતુ વિરોધ ખરો આ રીતે છે:– યૌવનકાળમાં (સત્ય દર્શનને અભાવે) જીવનના આઘાત ( દુઃખાદિ પ્રસંગો) મળવાની સાથે તે સહન ના થતાં, એ આધાતના બળને અણઘટતું મહત્ત્વ આપી, ત્હેમાંથી છૂટીને આકાશના તારામાં જઈને જાણે વસવાની ઈચ્છા થતી. હવે પ્રોઢકાળમાં જીવન અને પરજીવનનાં સંબધનું સત્ય તત્ત્વદર્શન થતાં જગતનું વિષમગાન–આધાત, દુઃખ, ઇત્યાદિ પ્રસંગોની નિષ્ઠુરતા–ની ખરી કીમત જાણીને એ ગાન વિખરી જાય છે અને

નવું દિવ્ય સંગીત વ્યાપી રહે છે અને આ કારણથી મરણાદિકનો