પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦


બન્ધુભાવ સહુ આર્યમાં પ્રગટે ક્‌હો શી પેર?
હૃદય હૃદય જય્હાં વ્યાપિયું દુષ્ટ જાતિભેદનું ઝેર,
બન્ધુ હો! જાગો હવે તો !
જાગો, ભારતસંતાન ! ૪

ભેદ ન જોતા આર્યજન પુરાણ ભારત માંહિં,
ગુણકમેં વગોં રચ્યા, તોય બન્ધુભાવ સ્થિર ત્યાંહિં;
બન્ધુ હો! જાગો હવે તો !
જાગો, ભારતસંતાન ! ૫

ભેદ્ તજો, સંપ જ સજો, ભજો એક ભગવાન,
ધર્મપથ પગ સ્થિર હશે, તો પામીશું પુણ્યનું સ્થાન
બન્ધુ હો! જાગો હવે તો !
જાગો, ભારતસંતાન ! ૬

નિન્દા કરશે નિન્દકો, નવ ધરશો તે ધ્યાન,
સત્યતણો ધ્વજ ધારીને કરો જીવનરણમાં પ્રયાણ
सत्य्मेव जयते ગજવજો,
શૂરાં ભારત સંતાન ! ૭