પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૪


Asia has something to do with the conception of the poem. But I am also sure it has come out with a single and sudden impulse this morning. But I also feel it is of course infinitely below the oxalted idea of Shelley's sublime poem,”

સકલ બ્રહ્માંડમાં દિવ્ય સૌન્દર્ય વ્યાપી રહ્યું છે ત્હેની અધિદેવી કલ્પીને ત્હેને સંબોધનરૂપે આ કાવ્ય છે. શેલીના ‘પ્રકૃતિના આત્મતત્વ’ (“Asia”)ને કરેલા સંબોધનકાવ્યને માત્ર પ્રેરક નમૂના રૂપ લઈને આ કાવ્ય સ્વયંભૂ ઊર્મિથી પ્રગટ થયું છે.

આ કાવ્યમાં સૌન્દર્યની દેવીના વ્યાપક જ્યોતિ તરફ સતત દૃષ્ટિ થાય છે; સર્વ સૃષ્ટિમાં એ જ્યોતિનું પૂર અલૌકિક વેગથી વહ્યા કરે છે (કડી ૨); ત્હેનાં થોડાક જ દૃષ્ટાંત આપ્યા છે:—અનન્તતાના મેદાનમાં ગગડતા બ્રહ્માણ્ડગોળાની પણ પેલી પાર્‌ય, અર્થાત્, Space–દિક્–ની અસીમ સીમાની બધી બાજૂએ (કડી ૩); તેમજ, સર્વ સૃષ્ટિમાં વ્યાપેલા આકાશ (other )માં ગૂંથાઈ રહેલા અનન્ત ણુરેણુ ત્હેની અંદર પણ ( કડી ૪); (અર્થાત્ વિભુ અને અણુ બંને પરિમાણોમાં);–વળી, પ્રકાશ અને અંધકાર બંનેનાં જુદાં જુદાં મુખ્ય સ્વરૂપમાં;– જેમકે, રાત્રિને ચન્દ્રે ચાંદનીમાં ડુબાડી હોય ત્ય્હાં (કડી ૫), તેમ જ, તારાથી જડેલા અંધકારમાં રહેલા, ને શાન્તિમાં આશ્રય લેતા, વિશ્વમાં (કડી ૬);–અને આથી પણ વિશેષ, નિરન્તર પ્રકાશમય સૂર્યલોકમાં (કડી ૭); અને સૃષ્ટિની પૂર્વે રહેલા ગાઢા અંધકારમાં (કડી ૮);–એમ સર્વત્ર આ