પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૫


સૌન્દર્યની દેવીના જ્યોતિનું પૂર વ્યાપ્યું છે. એ દેવી જીવનનું જીવન છે, તેના વડે જીવન ટકી રહેલું છે, અને સર્વ વિશ્વના તેજની અન્તર્ગત તેજ એ દેવીનું છે. ( કડી ૯)

આ વ્યાપક જ્યોતિના વિશાળ સિન્ધુનું સમગ્ર દર્શન થવા માટે કવિ ઉસ્થ લાલસા એ રાખે છે કે સૂર્યની સમીપ જતો જણતો ગરુડ તે મ્હારું વાહન બને અને ત્હેના ઉપર ચઢીને અત્યન્ત ઊંચાણમાંથી આ વ્યાપક ગૂઢ જ્યોતિનું પૂર નિરખું (કડી ૧૦-૧૧).

કડી ૪. અણુરેણુની–અણુની રેણુ (ધૂળ્ય); અર્થાત્ અણુનો પણ ઝીણામાં ઝીણો ભાગ.

કડી ૫. ચરણ ૩, મન્દ્ર–ગમ્ભીર.

કડી ૬. તારાથી ચમકતા અંધારારૂપી દુકૂલ (વસ્ત્ર)ને ધારીને વિશ્વ શાન્તિને ખૉળે ( ઉછંગમાં) પડ્યું હોય ત્યાં એ ગૂઢ પૂર અભંગ (સતત) વ્હે છે.

કડી ૮.

तम आसीत्तमसागूळ्‌हमग्रेऽप्रकेतं सलिलं सर्वमा इदम् ।
(ઋગ્વેદસંહિતા, અષ્ટક ૮, અધ્યાય ૭, વર્ગ ૧૮, મંડળ ૧૦, અનુવાક્ ૧૧, સૂક્ત ૧૨૯, ઋચા ૩.) — એ સ્મરણમાં રાખીને આ કડીનાં પ્રથમ બે ચરણો વાંચવાં.

આ કડીમાં સુષ્ટિના પૂર્વકાળની સ્થિતિને ઉદ્દેશ છે તે ભૂતકાળની

વાતનો છે, છતાં ‘વહે’ એ વર્તમાનકાળનું રૂપ પ્રથમદર્શને