પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૬

અનુચિત લાગશે. પરંતુ સૃષ્ટિ અને લય અનેકાનેક થયા છે ને થશે એમ કલ્પના સ્વીકારિયે, તો વહે એ રૂપ નિરન્તર થતા પ્રકાર માટે બરાબર જ છે. આ કલ્પના છોડી દેતાં પણ, અતિ દૂર ભૂત- કાળની તરફ પણ કવિની કલ્પનાદ્ર્ષ્ટિ આ સમયે પ્રત્યક્ષ દર્શન જોતી હોય તેમ ક્રમણ કરે છે એ અર્થ સૂચવવાને વર્તમાનકાળનું રૂપ યથાર્થ બને છે. કડી ૯.

“તું તો જીવનનું જીવન સાચું,” અને “તુજ તેજ વડે વિશ્વ- તેજ” આ બે વચને શેલીના "Hymn to Asia'માંનાં નીચેનાં વચનનું સ્મરણ કરાવશે:- “ Life of Life! thy lips" etc.

અને

"Lamp of Earth! where'of thou mowest, Its dim shapes are clail with brightness.

કડી ૧૦. ગરુડ રવિકિરણનો ભક્ષ કરે-એ વચનનું તાત્પર્ય એટલું જ કે ઊંચે સૂર્યની સમીપ જ જાણે એ જાય છે એમ લાગે- છે. ચકોર ચન્દ્રકિરણને ભક્ષ કરે છે એ પ્રાચીન કલ્પનાના નમૂના ઉપર આ ગરુડના સૂર્યકિરણના ભક્ષની કલ્પના રચવાની છૂટ લીધી- છે. ગરુડ = Eagle. ઉત્તર કાનડા જિલ્લામાં મ્હેં eagle બે

એક વાર દીઠાં છે.