પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૯


અન્ધ્કૂપ = અંધારો કુવો.

કડી ૩. પ્રભા નિરખવા માટે ભુખ્યો; દષ્ટિના વિષય માટે રસનેન્દ્રિયજન્ય ભૂખ એ રૂપકમાં જોવાની ઇચ્છાની તીવ્રતા સૂચવાયછે. તૃષા પણ આ સંબંધમાં વપરાય છે. પ્રકૃતિના અથવા ઇતર સોન્દર્યનું આનન્દથી દર્શન કરવાને પાન” (drinking થી વર્ણન કરવાના પ્રચાર સર્વત્ર છે.

સૌન્દર્ય એ મધર કેરું કરંત પાન નેનો વડે તહિં ઊંભો ભુલી સર્વ ભાન” (કુસુમમાળા, ૪ ૮)

તનું ત્હારિ ઉષાસમી જ્ય્હાં ઊઘડે, રસના ઘૂંટડા જગ જેતું ભરે.” ( સ્નેહમુદ્રા, પૃ.પ૮)

ઇત્યાદિ આ પ્રકારનાં ઉદાહરણ જડશે.

સંસ્કૃત ધાતુ भुज નો પ્રથમ અર્થ “ખાવું” એ છે, અને સુખનો આસ્વાદ કરવો, ભોગવવું, એ અર્થ પછીથી આવે છે તે વાત અહિં ધ્યાન ખેંચનારી છે.

માનવનાં પાંચ ઇન્દ્રિયોમાં સર્વથી તીવ્ર રસનેન્દ્રિય છે; ન્હાનું બાળક નવી વસ્તુ હાથમાં લેતાં તરત તે મ્હોમાં મૂકે છે, તે એ કારણથી જ કે realization (પદાર્થના વસ્તુસ્વરુપનો અનુભવ) એ રીતે જ એ સબળ પ્રકારે કરી સકે છે; આ સ્થિતિ રસનેન્દ્રિયની બીજી ઈન્દ્રિયશક્તિ કરતાં તીવ્રતાનું સૂચક પ્રમાણ છે.