પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૧



"જામ્યો છે એ મહારાસ, વાગે વેણુ સનાતન;
સુણે છે બહ્મભીનાં તે, રમે ત્હેમાં હરિજન.”
(“રાજરાજેન્દ્રને”, ખંડ ૫ મો, શ્લોક છેલ્લો.)

રા. ન્હાનાલાલની આ પંકિતયોમાં ભવ્યતાની છાયા છે, ત્યહારે મ્હારી આ સાખીમાં ભવ્યતાની ભાવના સૌન્દર્યના ઢોળમાં ઢંકાઈ ગઈ છે.

કડી ૪. રજની કાળી ગઈ, ઉષા હાસ કરતી આવી, ઇત્યાદિ ચિત્ર પ્રકૃતિના પ્રભાતનું તો છે જ; પણ હેમાં આપણા દેશની અધમ દશાની રજની ગઈ-જવા માંડી છે, અને ઉદયની ઉષાને ઝળકાટ કાંઈક થવા લાગ્યો છે, તો એ ઉષાના રાસમાં તાલ મેળવો, એ ઉદયને અનુકુળ વર્તન, વિક્રમ, કરો.--એમ અર્થ પણ વ્યગ્ય રહેલો છે.

કડી ૫ પંક્તિ ૨. ‘પ્રેરે'– નો કર્તા છેલ્લી પંક્તિમાંનો “સુરો” એ શબ્દ છે.

કડી ૬. પંક્તિ ૪.

કડી ૧ માં દિવ્ય વાદ્ય “દૂર,દૂર વાગતાં સંભળાતાં કહ્યાં છે (ઉદ્‌બોધનના આરમ્ભને એ સ્થિતિ અનુકૂળ છે); તે આ કડીમાં 'ઓ સમીપ આવ્યા' એમ વચમાં આવેલા વર્ણનના ક્રમોના અનુભવ પછી સુઘટિત બને છે.

અણકરમાયાં ફૂલ – પૃષ્ટ ૭૭-૭૮.

વર્ષગાંઠયની ભેટ તરીકે આ કાવ્ય રચેલું છે. પ્રેમની સર્વે અવ