પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧
ઉદ્‌બોધન-૨.

( ગીત)*

જાગો સર્વ ભારતસંતાન !
ઉગ્યો જુઓ સત્યભાણ!
ગાઓ સત્યતણાં યશોગાન.

સૂતા ત્હમે ઘોર નિદ્રા વિશે કંઈ,
વીત્યાં વર્ષો એમ અસંખ્ય
મૃતસમ તજી દમ, પડયા બંધુ ! હજી ક્યમ?
લ્યો નવ જીવન બનીને અશંક;
જાગો ભારતના બાળ !
જાગો ભારતનાં બાળ !
જાગો ભારતનાં બાળ !
અભય અભય
થાઓ ભારતનાં બાળ૦ ૧

નિદ્રિત દીઠા તહિં આવી રૂઢિ રાક્ષસી,
બાંધ્યાં બન્ધન, ચોર્યું આત્મનૂર;
બન્ધન એ છિન્ન ભિન્ન કરો, નવ પડો મન્દ,
ઉમંગે આગળ ધસો બની કર્મશૂર,
જાગો ભારતનાં બાળ !
જાગો ભારતનાં બાળ૦ ૨

</poem>}}

___________________________________________

  • મળી સર્વ ભારતસંતાન - ઇ--એ ગીતની ચાલ.